સંકટમાં ફસાયેલી YES બેંકના ગ્રાહકો માટે આવ્યાં મોટા ખુશખબર!, લો રાહતનો શ્વાસ 

સંકટમાં ફસાયેલી Yes Bankના ગ્રાહકો માટે એક સારા સમાચાર આવ્યાં છે. યસ બેંકના ખાતા ધારકો હવે કોઈ પણ બેંકના એટીએમથી પોતાની રોકડ રકમ ઉપાડી શકશે. યસ બેંક દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. અત્રે જણાવવાનું કે સંકટમાં ફસાયેલી યસ બેંકે અગાઉ આ સુવિધા પાછી ખેંચી લીધી હતી. 

સંકટમાં ફસાયેલી YES બેંકના ગ્રાહકો માટે આવ્યાં મોટા ખુશખબર!, લો રાહતનો શ્વાસ 

નવી દિલ્હી: સંકટમાં ફસાયેલી Yes Bankના ગ્રાહકો માટે એક સારા સમાચાર આવ્યાં છે. યસ બેંકના ખાતા ધારકો હવે કોઈ પણ બેંકના એટીએમથી પોતાની રોકડ રકમ ઉપાડી શકશે. યસ બેંક દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. અત્રે જણાવવાનું કે સંકટમાં ફસાયેલી યસ બેંકે અગાઉ આ સુવિધા પાછી ખેંચી લીધી હતી. 

આ અગાઉ યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂરને ઈડીના અધિકારીઓએ ધરપકડ કરી લીધી હોવાના અહેવાલ આવ્યાં છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ લગભગ 31 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્રે જણાવવાનું કે શનિવારે બપોરે 12 વાગ્યાથી જ રાણા કપૂરની ઈડી પૂછપરછ કરી રહી હતી. 

— YES BANK (@YESBANK) March 7, 2020

ઈડીએ મુંબઈમાં યસ બેંકના સંસ્થાપક રાણા કપૂર સાથે પૂછપરછ કરવા ઉપરાંત પોતાની તપાસ વધારતા તેમની ત્રણેય પુત્રીઓના નિવાસ સ્થાને પણ દરોડા માર્યા. ઈડીના એક સૂત્રએ જણાવ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીએ યસ બેંક કૌભાંડમાં પોતાની તપાસનો વિસ્તાર કર્યો છે અને મુંબઈ તથા નવી દિલ્હીમાં ત્રણ સ્થળો પર સર્ચ અભિયાન હાથ ધરાયા. 

સૂત્રએ કહ્યું કે રાણા કપૂરની ત્રણેય પુત્રીઓ રાખી કપૂર ટંડન, રોશની કપૂર અને રાધા કપૂરના ઘરોના પરિસરમાં તલાશી લેવાઈ. સૂત્રએ કહ્યું કે કપૂરની ત્રણેય પુત્રીઓના ત્યાં દરોડા એટલા માટે પડ્યા કારણ કે તેઓ કૌભાંડના કથિત લાભાર્થીઓ છે. 

આ VIDEO પણ જુઓ...

અત્રે જણાવવાનું કે સંકટ સામે ઝઝૂમી રહેલી યસ બેંક પર આરબીઆઈએ અનેક પ્રકારના પ્રતિબંધ લગાવેલા છે. આરબીઆઈએ 30 દિવસ માટે યસ બેંકના બોર્ડને ભંગ કર્યું છે. ત્યારબાદ હવે ઈડીની કાર્યવાહી સામે આવી છે. આરબીઆઈએ આ માટે એક પ્રશાસક પણ નિયુક્ત કર્યો છે અને  બેંકના ખાતાધારકોને એક મહિનામાં ફક્ત 50,000 રૂપિયા કાઢવાની મંજૂરી અપાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news